કોરોના વાઈરસના પગલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન આપવામાં આવ્યું છે. જેના કારણે સમગ્ર દેશ બંધ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની જાહેરાત કર્યા બાદ સૌથી વધુ સમસ્યા જો કોઈને થઈ રહી હોય તો, તે રોજનું કમાઈને રોજ ખાનારા મજૂર વર્ગ અને શહેરોમાં રિક્ષા ફેરવીનો પોતાની આજીવિકા રળનારા લોકોને જ છે. હવે આવા લોકો લૉકડાઉ છતાં શહેરોમાંથી પલાયન કરવા લાગ્યા છે. દિલ્હીના આનંદવિહારમાં હજારોની સંખ્યામાં એવા લોકો પોતાના માદરે વતન જવા માટે જમા થઈ ચૂક્યા છે.
દિલ્હીના આનંદ વિહારમાં બસ સ્ટેશન પર પહોંચેલા લોકો ઉત્તર પ્રદેશ-બિહાર સહિત દેશના અન્ય રાજ્યોના વતની છે. જેઓ પોતાનું પેટિયુ રળવા માટે દિલ્હી આવ્યા હતા, પરંતુ હવે બધુ બંધ થઈ ગયા બાદ તેઓ પોતાના ઘરે પરત ફરવા માંગે છે.