કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનનો આજે અંતિમ દિવસ છે, ત્યારે લૉકડાઉનના પગલે ઉદ્યોગ-ધંધા ઠપ્પ રહેતા દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની હાલત કફોડી બની છે. જેને પગલે ઠેર-ઠેર પ્રવાસી મજૂરો અને પોલીસો વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવતા રહે છે, ત્યારે આવો જ એક બનાવ રાજકોટ જિલ્લાના શાપર નજીકથી સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજકોટ નજીક ઔદ્યોગિક એકમોમાં કામ કરી રહેલા પ્રવાસી મજૂરોએ વતન વાપસીની માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. ઘર વાપસી માટે એકઠા થયેલા શ્રમિકો ટ્રેનોનો સમય બદલાતા રોષે ભરાયા હતા. મોટે ભાગે ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશના પ્રવાસી મજૂરો વહેલી સવારથી રોડ પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન કેટલાક વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી. જો કે આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રવાસી મજૂરોને સમજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.