વતન જવાને લઈ હવે શ્રમિકોમાં ધીરજ ખૂટી ગઈ છે. અને એક નાનકડી અફવાને લઈને પણ શ્રમિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રાજકોટમાં વતન જવા માટે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠાં થયા હતા. તેવામાં અફવા ઉડી કે ટ્રેન કેન્સલ થઈ છે. જે બાદ શ્રમિકોએ ભારે હોબાળો મચાવી પથ્થરમારો કર્યો હતો. અને ખાનગી ચેનલનાં પત્રકાર ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. અને ગાડીઓનાં કાચ પણ તોડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે 20થી વધુ લોકોની અટકાયત કરી હતી. કોરોનાના રિપોર્ટ બાદ તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે.
એક શ્રમિક પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારતો જાતો હતો અને મીડિયાને મન ફાવે તેમ અપશબ્દો બોલી રહ્યો હતો. વીડિયોમાં કોઇએ કહ્યું કે મારોમાં મીડિયાવાળા છે. વીડિયો ઉતારનાર શખ્સે કહ્યું કે મીડિયાવાળાને પણ મારો તે આપણું લેતા નથી. બાદમાં ટોળાએ ધોકાથી પત્રકારને ઢોર માર્યો હતો. આથી પત્રકારનું માથુ ફૂટી જતા લોહીલૂહાણ બની ગયો હતો. જો કે, કેટલાક શખ્સોએ તેને બચાવી લીધો હતો. પોલીસની હાજરી હોવા છતાં પણ શ્રમિકો પત્રકારને મારતા હતા. પોલીસ એકશન લેવાને બદલે તમાશો જોતી હતી. પત્રકારને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેને માથામાં ચાર ટાંકા આવ્યા હતા. શ્રમિકોએ પત્રકારનો કેમેરો પણ ઝૂંટવી લીધો હતો. જો કે ટોળાને ઉશ્કેરનાર અને વીડિયો બનાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે.