માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ખાનગી ચેનલો માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઝરી મુજબ ખાનગી ચેનલોને રાષ્ટ્રીય મહત્વ અને જાહેર સેવાના મુદ્દાઓ પર અડધા કલાકની સામગ્રી બતાવવાની સલાહ આપી છે. આ એડવાઈઝરી 1 માર્ચ 2023થી લાગુ થશે. સરકારે જાહેર કરાયેલા કુલ આઠ જુદા જુદા વિષયો પર દરરોજ અડધો કલાક શો દર્શાવવા પડશે. જો કે સ્પોર્ટ્સ, વાઇલ્ડ લાઇફ અને વિદેશી ચેનલોને આ કાર્યક્રમ બતાવવાની મંજૂરી નથી.
સરકાર દ્વારા જાહેર કરાયેલા એડવાઈઝરીમાં હવેથી તમામ બ્રોડકાસ્ટર્સે મંત્રાલયના પોર્ટલ પર દર મહિને એક રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જેમાં ચેનલોએ જણાવવાનું રહેશે કે કયા દિવસે અને કયા સમયે તેઓએ રાષ્ટ્રહિતનો કાર્યક્રમ બતાવ્યો હતો. મંત્રાલયે કહ્યું કે કાર્યક્રમનો સમયગાળો 30 મિનિટનો હોવો જરૂરી નથી. આ ઉપરાંત જાહેર સેવા પ્રસારણ હેઠળ, રાષ્ટ્રીય હિતના કાર્યક્રમો અઠવાડિયામાં 15 કલાક પ્રસારિત કરવા અને કાર્યક્રમની સામગ્રી 90 દિવસ સુધી રાખવી પડશે.