ભારતમાં મેક્સિકોના રાજદૂત મેલ્બા પ્રિઆ ઓફિશિયલ વાહન તરીકે ઓટોરિક્ષા રાખે છે. મેલ્બા કહે છે કે ભારતીય સંસ્કૃતિ સાથે આસાનીથી સેતુ સાધી શકું તે માટે ઓટોરિક્ષા સૌથી વધુ અનુકુળ વાહન છે. તેમના મતે દિલ્હી જેવા ટ્રાફિકવાળા શહેરમાં ઓટોરિક્ષા ઘણી અનુકુળ છે. મજાની વાત એ છે કે મેલ્બા મોદીને મળવા પણ રિક્ષામાં જ જાય છે. મેલ્બાને ભાષણમાં નહીં, આચરણમાં માને છે.