મેક્સિકોના ગુઆનાજુઆટોમાં હત્યા અને ગોળીબારની ઘટના સામાન્ય બની ગઈ છે. હવે ફરી એકવખત આ શહેરમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. ગુઆનાજુઆટોમાં એક પોલીસ સ્ટેશન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પણ કાર્યવાહી કરી હતી અને હુમલાખોરો પર એક પછી એક ગોળીબાર કર્યો. પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસની જવાબી કાર્યવાહીમાં ઘણા લોકો માર્યા ગયા છે જેમાં મોટાભાગના હુમલાખોરો પણ સામેલ છે. પોલીસે જણાવ્યું કે, બંદૂકધારીઓના ગોળીબાર બાદ તેમણે પણ જવાબમાં ગોળીબાર કરવો પડ્યો હતો જેમાં ઘણા બંદૂકધારી માર્યા ગયા છે. જોકે આ ઘટનામાં કેટલા હુમલાખોરોના મોત થયા તેની સંખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી.