અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પર ટેરિફ લાદવાની ધમકી આપી તેની બરોબરની અસર તેના પર થઈ છે. આ ધમકીના પગલે મેક્સિકોએ તેની ઉત્તર સરહદે પહેલી વખત નેશનલ ગાર્ડના દસ હજાર સભ્યોના દળને મોકલ્યુ છે. આ દળ ટેક્સાસમાં અલ પાસે અને સીયુડેડ જુઆરેઝને અલગ પાડતા સરહદી વિસ્તારમાં ગોઠવાઈ જશે. તેની સાથે પેટ્રોલિંગ વાહનો પણ મોટાપાયા પર જોવા મળી રહ્યા છે.