Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં 19 દિવસો સુધી મેટ્રો (Metro) સેવા બંધ રહ્યાં બાદ આજથી 7 સપ્ટેમ્બરથી ફરીથી શરૂ થઇ રહી છે. ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે અનલૉકના (unlock) ચોથા તબક્કાના દિશા-નિર્દેશ જારી કર્યા હતા. જેના અંતર્ગત સરકારે સાત સપ્ટેમ્બર એટલે કે સોમવારથી રાજ્યોમાં તબક્કાવાર રીતે મેટ્રો સેવા ફરી શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી હતી. ત્યારે અમદાવાદમાં (Ahmedabad Metro) પણ મેટ્રો અમદાવાદમાં પણ મેટ્રો રૂટ ચાલુ કરવામાં આવ્યાં છે. શહેરમાં સવારે 11 થી 12.10 કલાક મેટ્રો ચાલશે. જ્યારે સાંજે 4.25 થી 5.10 કલાક સુધી મેટ્રો ટ્રેનની સેવા મળશે. મહત્વનું છે કે, લૉકડાઉનને લઇને 25 માર્ચથી મેટ્રો ટ્રેન બંધ કરી દેવામા આવી હતી.
સરકારની કોવિડ ગાઇડલાઇનને (Covid guidlines) અનુસરી લોકો મેટ્રો સેવાનો લાભ લઇ શકશે. જેમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરોએ એક સીટનું અંતર રાખી બેસવું પડશે. જ્યારે માસ્ક વિના મેટ્રોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મેટ્રો સ્ટેશનમાં જતા પહેલા થર્મલ સ્ક્રિનીંગ ફરજિયાત કરવાનું રહેશે. મુસાફરો માટે ટોકનનો ઉપયોગ નહી થાય, માત્ર મેટ્રો કાર્ડ ચાલશે. એક સમયે મેટ્રોમાં 90 લોકો જ બેસી શકશે. શહેરમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક રૂટ પર મેટ્રો સેવા શરૂ થાય તે પહેલાની સ્ટેશન સહિતની તમામ જગ્યાએ સેનેટાઈઝેશન કરવામાં આવ્યું હતું. ટ્રેન કોચમાં સોશિયલ ડિસ્ટન્સિંગના સ્ટીકર પણ લગાવવામાં આવ્યાં છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ