ગુગલે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલા 48 લોકોને તેણે નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જેમાં 13 વરિષ્ઠ મેનેજર પણ સામેલ છે. ગુગલે તેમના અયોગ્ય વ્યવહાર પર 'આકરા વલણ'નો હવાલો આપતા આ કાર્યવાહી કરી.
ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકાની દિગ્ગજ કંપનીએ પોતાના મુક્ય કાર્યકારી અધિકારી સુંદર પિચાઈ તરફથી આ નિવેદન જારી કર્યું. આ નિવેદન ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલના જવાબમાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ગુગલના એક વરિષ્ઠ અધિકારી, એન્ડ્રોઈડનું નિર્માણ કરનારા એન્ડી રૂબિન પર કદાચારનો આરોપ લાગ્યા બાદ તેને નવ કરોડ ડોલરનું અક્ઝિટ પેકેજ આપીને કંપનીમાંથી હટાવવામાં આવ્યાં. આ સાથે જ કહેવામાં આવ્યું કે ગુગલે જાતીય સતામણીના અન્ય આરોપોને છૂપાવવા માટે કયા પ્રકારના કામો કર્યા છે.