હવામાન વિભાગે આજે 20થી વધુ રાજ્યોમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. IMDએ આગામી 5 દિવસ ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ અને હિમાચલ તેમજ ઉત્તર પ્રદેશમાં ભારે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. IMDએ જણાવ્યું કે, ઉત્તર પશ્ચિમ ભારતમાં, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી અલગ-અલગ ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. 5 દિવસોમાં હિમાચલ પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ થશે.