રાજ્યમાં હવે વરસાદી માહોલ સતત જામી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજ રોજ શનિવારના અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. મધ્યમાં આણંદ, વડોદરામાં તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના સ્થળે વરસાદ વરસ્યો છે.
આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. શનિ-રવિ એમ બે દિવસ સુધી હળવાથી ભારે વરસાદ વરસશે. જ્યારે બાકીના દિવસોમાં વરસાદ સામાન્ય રહેશે. છેલ્લાં કેટલાક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, વલસાડ, નવસારી, પાટણ, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાક રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.