આખરે Meta અને ટ્વિટર વચ્ચે વૉર શરૂ થઈ ગયું હોય તેમ Metaના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા Threads એપ લોન્ચ કરવામાં આવી છે. Threads એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ છે જેનો સીધો મુકાબલો ઈલોન મસ્કની ટ્વિટર (Twitter) સાથે છે. Threads ઈન્સ્ટાગ્રામની ટીમે તૈયાર કરી છે. તેમાં રિયલ ટાઈમ ફીડ મળશે. તેના ફીચર્સ અને ઈન્ટરફેસ મહદઅંશે ટ્વિટરથી મળી આવે છે.