મંદીથી ઘેરાયેલા ભારતીય અર્થતંત્રને વેગ આપવા ગયા સપ્તાહમાં આર્થિક સુધારા અંગેના કેટલાંક પગલાંની જાહેરાત બાદ શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મોટા બેંકિંગ સુધારા અંતર્ગત ૧૦ રાષ્ટ્રીયકૃત બેન્કોનું વિલીનીકરણ કરી ચાર મેગા બેન્કની રચનાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગલે દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કોની સંખ્યા ૨૭થી ઘટીને ૧૨ પર પહોંચી છે. ૧૦ બેન્કોના વિલીનીકરણ દ્વારા તૈયાર કરાયેલી ચાર મેગા બેન્કમાં સૌથી મોટું વિલીનીકરણ પંજાબ નેશનલ બેન્ક સાથે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનું થયું છે. હવે આ મેગા બેન્ક રૂપિયા ૧૭.૫ લાખ કરોડના બિઝનેસ સાથે દેશની બીજા નંબરની સૌથી મોટી બેન્ક બની રહેશે. બીજા મોટા મર્જરમાં દક્ષિણ ભારતની બે મોટી બેન્ક કેનેરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કનું વિલીનીકરણ કરાયું છે. હવે આ મેગા બેન્ક રૂપિયા ૧૫.૨૦ લાખ કરોડના બિઝનેસ સાથેની ચોથી સૌથી મોટી બેન્ક બની રહેશે. આ બેન્કની દેશમાં ૧૦,૩૪૨ શાખા રહેશે. ત્રીજા મર્જરમાં યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાનું આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્ક સાથે વિલીનીકરણ કરાયું છે. હવે તે પાંચમા નંબરની મોટી બેન્ક બની રહેશે. તેનો કુલ બિઝનેસ રૂપિયા ૧૪.૯ લાખ કરોડ અને ૯૬૦૯ શાખાઓ રહેશે. ચોથા મર્જરમાં ઇન્ડિયન બેન્કને અલાહાબાદ બેન્કમાં વિલીન કરાઈ છે. હવે આ મેગા બેન્ક રૂપિયા ૮.૦૮ લાખ કરોડના બિઝનેસ સાથે દેશની સાતમા નંબરની બેન્ક બની રહેશે.