ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો. હવામાન વિભાગની યાદી મુજબ શુક્રવારે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર રહ્યું. અહીં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને વટાવી ગયો. અમદાવાદમાં 38.9 તો ગાંધીનગરમાં 39.2 જેટલું તાપમાન રહ્યું. વડોદરા અને ભૂજમાં પણ અનુક્રમે 38.6 અને 37 ડિગ્રી તાપમાન રહ્યું.