દેશનાં મોટાભાગનાં રાજ્યો કાળઝાળ ગરમી અને લૂનાં પ્રકોપમાં સપડાયા છે. અનેક રાજ્યો અને મોટા શહેરોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને વટાવી ચૂક્યો છે. અંગ દઝાડતી ગરમીને કારણે આ સિઝનમાં દેશમાં ૩૦થી વધુ લોકોનાં મોત થયા છે. હીટવેવને કારણે તેલંગણામાં સૌથી વધુ ૧૯, મહારાષ્ટ્રમાં ૮ અને આંધ્ર પ્રદેશમાં ૩નાં મોત થયા છે. શનિવારે રાજસ્થાનના ચૂરુમાં ગરમીનો પારો ૫૦.૮ ડિગ્રીને સ્પર્શ્યો હતો અને એ સામાન્ય કરતાં ૯ ડિગ્રી વધારે હતો. આમ શનિવારે ચૂરુ એ દેશનું સૌથી હોટેસ્ટ અને વિશ્વનું ત્રીજા નંબરનું હોટેસ્ટ શહેર બન્યું હતું. પહેલા નંબરે લિબિયાના બેનીનામાં ગરમીનો પારો ૫૧.૯ ડિગ્રી હતો. બીજા નંબરે પાકિસ્તાનના જકોકાબાદમાં ગરમીનો પારો ૫૧.૧ ડિગ્રી હતો. શનિવારે વિશ્વનાં સૌથી હોટેસ્ટ ૧૫ શહેરોમાં ૮ ભારતનાં હતાં, આ શહેરોમાં તાપમાન ૪૭ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે હતું, જેમાં ચૂરુ, ગંગાનગર, બાંદા, બિકાનેર, પિલાની, જૈસલમેર, નરનૌલ (હરિયાણા) અને નૌગાંવ (મધ્ય પ્રદેશ)નો સમાવેશ હતો. શનિવારે ગંગાનગરમાં તાપમાન ૪૯.૬ ડિગ્રી રહ્યું હતું.