દુબઈમાં તલાકનો એક અજબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ તેની પત્નીને નિકાહ થયાના માત્ર 15 મિનિટમાં જ તલાક આપી દીધા. મહેરની રકમ અંગે યુવતીનાં પિતા સાથે તકરાર થયા પછી દુલ્હાને આ વાત પોતાના અપમાન જેવી લાગી. તેણે નિકાહનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યાના 15 મિનિટ બાદ જ યુવતીને તલાક આપી દીધા.