સેલવાસનો એક યુવક નરોલી જવાનું કહીને ઘરેથી નિકળેલો અને ભીલાડ પાસે રાજધાની ટ્રેનની અડફેટે તેનું મોત નિપજ્યું છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં વહેતી થયેલી એક તસ્વીરે આ ઘટનાને રહસ્યમય બનાવી દીધી છે, જેમાં આ યુવક પોતાની અંતિમ તસ્વીર હોવાનું કહીને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી. હાલમાં આ મામલે પોલીસ તપાસ ચાલૂ છે.