દિયોદરના લક્ષ્મીપુરા ગામમાં એક ગમખ્વાર ઘટના બનવા પામી હતી. બોરવેલના કામ કરવા દરમ્યાન મૃતક પોતે મોટરના વાયરમાં લપટાઇ ગયો હતો. વાયરમાંથી પોતાની જાતને છોડાવવા જતાં જમીન પર પટકાયો હતો અને તેના કારણે ગંભીર ઇજાઓ થઇ હતી અને અંતે મૃત્યુ થયુ હતું. પોલીસે લાશને પીએમ હેતુ શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી આરંભી છે.