બિહારની રાજધાની પટનાથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અને પૂર્વ IPS ઓફિસર આચાર્ય કિશોર કુણાલનું નિધન થઈ ગયું છે. કિશોર કુણાલનું હૃદય બંધ થઈ જવાના કારણે નિધન થયુ છે. કિશોર કુણાલને આજે સવારે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને ત્યારબાદ તેને તાત્કાલિક મહાવીર વત્સલા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું નિધન થઈ ગયુ છે. આચાર્ય કિશોર કુણાલ મહાવીર મંદિર ટ્રસ્ટના સચિવ હતા.