પંજાબ નેશનલ બેંક માં કથિત રીતે 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી મામલામાં ભારતમાં વોન્ટેડ હીરા વેપારી મેહુલ ચોકસી તરફથી દાખલ અરજી પર ડોમિનિકા હાઈકોર્ટ માં સુનાવણી હાથ ધરાશે. આ પહેલા ડોમિનિકાની એક મેજિસ્ટ્રેટ કોર્ટે ચોકસીને દેશમાં ગેરકાયદેસર પ્રવેશ મામલામાં તેની જામીન અરજી ફગાવી દીધી છે. જેની પર ચોકસીના વકીલ વિજય અગ્રવાલ એ કહ્યું કે તેઓ ઉપલી કોર્ટના દરવાજા ખખડાવશે.
નોંધનીય છે કે, મંગળવારે જસ્ટિસ બર્ની સ્ટીફેંસને અરજીની સુનાવણીના લગભગ ત્રણ કલાક બાદ એક મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. ત્યારબાદ મામલાની સુનાવણી 3 જૂન માટે ટાળી દેવામાં આવી હતી. મેહુલની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચોકસીની એન્ટિગુઆ અને બારબુડાથી અપહરણ કરવામાં આવ્યું હતું અને બળજબરીથી ડોમિનિકા લાવવામાં આવ્યા હતા.