ભારતીય બેન્કોનું હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ભાગેલા કારોબારી મેહુલ ચોકસીને મેડિકલના આધાર પર રાહત મળી છે. આ સાથે તેને એન્ટીગા એન્ડ બારબૂડા જવાની મંજૂરી મળી ગઈ છે. તેની આશરે બે મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી ભારતીય એજન્સીઓ તેના પ્રત્યર્પણનો પ્રયાસ કરી રહી હતી. હાલ ચોકસીને શરતી જામીન મળ્યા છે.
રિપોર્ટ પ્રમાણે ચોકસી વિરુદ્ધ ડોમિનિકામાં ગેરકાયદેસર દાખલ થવાને લઈને જે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી, તેને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. ચોકસીને સારવાર માટે એન્ટીગા જવાની મંજૂરી મળી ગઈ છે.