ઇન્ટરપોલે ભાગેડું મેહુલ ચોકસી વિરુદ્ધ જારી રેડ કોર્નર નોટીસ પરત લઇ લીધી છે. ઘટનાક્રમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે હીરા વેપારીના પ્રતિનિધિત્ત્વને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે આ નિર્ણયનો જોરદાર વિરોધ નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના બે અબજ ડોલરના છેતરપિંડી કેસમાં ચોકસી ભારતમાં વોન્ટેડ છે. ડિસેમ્બર, ૨૦૧૮માં તેમની વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી હતી.