ઉત્તરાયણ નજીક આવતાં જ પતંગની દોરીથી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ઊંઝામાં એક્ટીવા પર જઈ રહેલા એક વાહનચાલકને ગળામાં ચાઈનીઝ દોરી આવી જતાં તેના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. યુવકને ગળાના ભાગે 40 જેટલા ટાંકા આવ્યા છે. જોકે, સમયસર સારવાર મળી જતાં યુવકનો જીવ બચી ગયો છે. હજુ ઉત્તરાયણને એક મહિનાની વાર છે તે પહેલા ચાઈનીઝ દોરી વેચવાનો વેપલો તેજ બન્યો છે અને અકસ્માતોની ઘટના સામે આવી રહી છે.