મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની વિકાસ પેનલ અને અશોક ચૌધરીની પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. આજે આ ચૂંટણીના 15 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં અશોક ચૌધરીની પરિવર્તન પેનલના 13 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જ્યારે 2 બેઠક પર વિકાસ પેનલની જીત થઇ છે. પરિવર્તન પેનલનો વિજય થતા હવે દૂધસાગરના ડેરીના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી થશે. આ ચૂંટણીમાં વિપુલ ચૌધરી જૂથને મોટો ફટકો પડ્યો છે. ખેરાલુ બેઠક પર વિપુલ ચૌધરીની હાર થઇ છે.
15 બેઠક પર 41 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં 1129માંથી 1119 સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં 99.11 ટકા મતદાન થયું હતું.