અમેરિકામાં દિવસેને દિવસે ભારતીઓ પર હુમલાની ઘટનાઓ વધતી જઇ રહી છે, અમેરિકામાં ખાસ કરીને ગુજરાતીઓને નિશાનો બનાવવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકામાં મહેસાણાના એક યુવકની ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે લૂંટના ઇરાદે 22 વર્ષિય યુવકની હત્યા કરાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકામાં 22 વર્ષિય પ્રફુલભાઈ નામનાં યુવકની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતક યુવક મહેસાણાના કડીના ગણેશપુરનો રહેવાસી અને પટેલ હોવાનું બહાર આવ્યું છે. મૃતક પ્રફુલ પટેલનો પરિવાર સામાજિક પ્રસંગે વતન આવ્યો હતો. યુવક સ્ટોરમાં કામ કરી રહ્યો હતો ત્યારે લૂંટારૂઓ આવ્યા હતા, જેની સાથે ઝપાઝપી બાદ લૂંટરુંઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ અંધાધુંધ ફાયરિંગમાં યુવકનું મોત નિપજ્યું હતું. ઘટના બનતા પ્રફુલનો પરિવાર અમેરિકા પરત ફર્યો છે.