મહેસાણા નગરપાલિકાના કોંગેસના પક્ષ પલટુ કોર્પોરેટરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, ત્યારબાદ હવે ફરીથી તેઓએ પક્ષ પલટો કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જે લોકોએ આ કોર્પોરેટરોને મત આપીને પોતાના વિસ્તારમાં વિકાસના કામ કરવા માટે ચૂંટીને નગરપાલિકામાં મોકલ્યા હતા. તે સભ્યો પોતાના અંગત સ્વાર્થ ખાતર જનતાના પશ્નોને ભૂલીને એક પક્ષમાંથી બીજ પક્ષમાં અને બીજા પક્ષમાંથી પહેલા પક્ષમાં કુદમ કુદ કરી રહ્યા છે.
ત્રણ દિવસ પહેલા મહેસાણા નગરપાલિકાના પ્રમુખ સહીત કોંગ્રેસના 7 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે નગરપાલિકાના પ્રમુખ સહીત 3 કોર્પોરેટરો ભાજપમાંથી ફરીથી કોંગ્રસમાં જોડાયા છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી, કોર્પોરેટર પલ્લીવી પટેલ અને કોર્પોરેટર સુનીલ કોંગ્રેસમાં જોડાયા છે અને નગરપાલિકા કોંગ્રેસની છે અને કોંગ્રેસની રહેશે તેવું જણાવી રહ્યા છે. કોંગ્રેસમાં જોડાયા પછી તેઓએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ગ્રાન્ટ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા ગયા હતા અને તેમને ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો.
આ નેતાઓની સ્પષ્ટ પરથી સવાલ એ થયા છે કે, પોતાના બચાવ માટે તેઓ કેટલુ જુઠ્ઠું બોલી રહ્યા છે કારણ કે, ભાજપમાં જોડાયા પછી ઘનશ્યામ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા સાથી સદસ્યો જ મારી કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે મહુડી મંડળને ઘણી સુચનાઓ આપ્યા છતાં પણ કોઈ પણ પરિસ્થિતિને થાળે પાડી શક્યા નહીં. હું બધી રીતે એ લોકોના વિકાસના કામ કરવા માંગતો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મને વિકાસ માટે ખૂબ પ્રેરિત કર્યો અને મેં તેમના માર્ગદર્શન હેઠળ વિકાસ કર્યો. આ લોકો વિરોધ સિવાય બીજી કોઈ વાત કરતા ન હતા એટલે કંટાળીને નક્કી કર્યું કે, આ લોકોને વિરોધ કરતા હોય તો વિરોધ કરવાદો અને હું ભાજપનો હાથ પકડી લઉં.