જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં PDP પ્રમુખ મહબૂબા મુફ્તીના વાહનનો અકસ્માત થયો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સુરક્ષા અધિકારીઓનો આબાદ બચાવ થયો છે. આ અંગે પીડીપી મીડિયા સેલે માહિતી આપી છે. મુફ્તી અનંદનાગના બોટ કૉલોનીના આગની દુર્ઘટનાના પીડિતોને મળવા જઈ રહ્યા હતા. તેઓ જે વાહનમાં હતા, તે સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ છે.