કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ રદ કરાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની સુરક્ષા મુદ્દે વધુ આકરાં પગલાં લેવામાં આવ્યા છે. પીડીપીના નેતા મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને કેદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખની છે કે, રાજ્યનાં મુખ્ય રાજકીય પક્ષો પીડીપીનાં નેતા મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સનાં નેતા ઓમર અબ્દુલ્લા તેમજ સજ્જાદ લોન અને અન્ય પક્ષોનાં નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. હવે આ બે નેતાઓની ધરપકડ કરાતા સ્થિતિ વધારે કફોડી બને તેવી સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે, મહેબૂબા મુફ્તીને ધરપકડ બાદ ગેસ્ટહાઉસ લઈ જવામાં આવ્યા છે. આ નેતાઓએ સોમવારે આર્ટિકલ ૩૭૦ રદ થયા બાદ પણ આકરી અને ભડકાઉ પ્રતિક્રિયાઓ આપી હોવાથી આ પગલાં લેવાયાની આશંકા છે. આગામી સમયમાં અન્ય નેતાઓની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે.