રાજ્યમાં કાળજાળ ગરમીનો અને બફારાનો સામનો કરી રહેલા લોકો માટે વરસાદને લઈ મોટા અહેવાલ સામે આવ્યા છે. બિપરજોય વાવાઝોડાના કારણે ઘણા દિવસોથી અટકેલું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે આગળ વધી રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, ચોમાસું આગામી 48 કલાકમાં તેલંગાણામાં પહોંચશે. હાલમાં કર્ણાટક અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હૈદરાબાદમાં 21 જૂન સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે કહ્યું, ‘અમે આશા રાખી શકીએ છીએ કે ચોમાસું આગામી 48 કલાકમાં તેલંગાણામાં પ્રવેશ કરશે. જોકે તે 24 જૂનથી 25 જૂન સુધી રાજ્યને ક્યારે આવરી લેશે તે કહેવું મુશ્કેલ છે. IMDના જણાવ્યા અનુસાર ચોમાસુ આજે 20 જૂનથી આગામી બે દિવસમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર અને દક્ષિણ દ્વીપકલ્પના ભાગોમાં જવાની શક્યતા છે