રાજ્યમાં બુધવારે 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના બોરસદમાં વરસ્યો છે. બોરસદમાં માત્ર ચાર જ કલાકમાં અહીં 13 ઈંચ વરસાદ વરસ્યો છે. દિવસ દરમિયાન 14 ઈંચ વરસાદ બોરસદમાં વરસ્યો છે. નર્મદાના તીલકવાડામાં 8 ઈંચ અને વડોદરાના પાદરામાં પોણા 8 ઈંચ વરસાદ વરસ્યો છે. ભરુચમાં સાડા 7 ઈંચ અને નસવાડીમાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો.