સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ચોમાસામાં કૂલ સરેરાશ સામાન્ય રીતે 29.50 ઈંચ વરસાદ સામે આ વર્ષે આજ સુધીમાં 37.50 ઈંચ વરસાદ એટલે કે મૌસમનો 126 ટકા અર્થાત્ સોળ આનીને બદલે વીસ આની વરસાદ તો વરસી ગયો છે અને હજુ મેઘરાજા છૂટાછવાયા સ્થળે ધોધમાર વરસી રહ્યા છે. અમરેલીના વડિયામાં ધોધમાર અઢી ઈંચ તથા ગોંડલમાં 2 ઈંચ અને ટંકારા, જેતપુર, રાજકોટ, ખંભાળિયા તાલુકામાં દોઢથી બે ઈંચ વરસાદ વરસી જતા માંડ સુકાયેલા માર્ગો ફરી પાણીથી તરબતર થયા હતા.