ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં વાપીમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લાના 45 મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.