કચ્છમાં મેઘમહેરથી ખેડૂતોથી લઇને સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે કચ્છ આસપાસના વિસ્તારોમાં 12 મહિના દુષ્કાળની સ્થિતિ જોવા મળતી હોય છે. અહીં અન્ય જિલ્લાઓ કરતાં સૌથી ઓછો વરસાદ નોંધાય છે, પરંતુ આ વર્ષે જાણે મેઘરાજાની નજર કચ્છ પર વધુ હોય તેમ લાગી રહ્યું છે. વાયુ વાવાઝોડા વખતે કચ્છના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો, ત્યારબાદ ફરી મેઘસવારી આવી પહોંચતા લોકો ખુશ થઇ ગયા હતા. તો ખાવડાના કાલોડુંગર, દીનારા અને કુરન વિસ્તારમાં ઘોધમાર વરસાદથી સ્થાનિક તળાવ અને નાળામાં નવા નીર આવ્યા હતા.