રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે જૂનાગઢ શહેરમાં રાત્રીના સમયે માત્ર બે કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે જિલ્લા કલેક્ટરે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સાથે સાવેચતી રાખવા જણાવવામાં આવ્યું છે.