રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 70મી પુણ્યતિથિએ બોટાદમાં ‘’મેઘાણી-વંદના’’નું આયોજન થયું. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાએ કાર્યક્રમ યોજ્યો, જેમાં લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબહેન વ્યાસ, નીલેશ પંડ્યા અને નવનીત શુક્લએ લોકગીતો અને ભજનની રમઝટ બોલાવી. લોકસાહિત્યકાર ગોપાલ બારોટે મેઘાણીભાઈના જીવન-કવનની વાત માંડી. 15 હજારથી વધુ લોકોએ કાર્યક્રમને માણ્યો.