પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલો હીરાનો વેપારી મેહુલ ચોકસી આખરે ભારત સરકારનાં સકંજામાં આવી ગયો છે. એન્ટિગુઆની સરકારે કહ્યું હતું કે તે ભાગેડુ મેહુલ ચોકસીને આપવામાં આવેલી નાગરિકતા રદ કરશે અને તેને ભારત પાછો મોકલવામાં આવશે. આમ મોદી સરકારના દબાણ સામે એન્ટિગુઆ સરકાર ઝૂકી છે. ભાગેડુ કૌભાંડીઓને દેશમાં પાછા લાવવાનાં મુદ્દે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત થઈ છે. એન્ટિગુઆનાં પીએમ ગેસ્ટન બ્રાઉને કહ્યું હતું કે, અમારા દેશમાં અમે અપરાધીઓને શરણ આપી શકીએ નહીં. મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરાશે. મેહુલ ચોકસી નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવીને ભારતમાં કાનૂની કાર્યવાહીમાંથી છટકવા માગતો હતો. એવું માનવામાં આવે છે કે મેહુલ ચોકસી સામે તમામ કાનૂની પ્રોસેસ પૂરી કરવા એન્ટિગુઆ સરકારને સમય આપવામાં આવશે. તેની પાસે બચવાનો કોઈ વિકલ્પ નહીં રહે ત્યારે તેને ભારતને હવાલે કરવામાં આવશે.