છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્ય પર મેઘરાજા મહેરબાની બન્યા છે. મેઘરાજા મન મૂકીને ઝરમર ઝરમર વરસી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના લગભગ તમામ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તો આગામી 4 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ક્યાં કેટલો વરસાદ:
રાજ્યમાં ગઈ મોડી રાતે પણ સારો એવો વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરવામાં આવે તો વલસાડના ધરમપુરમાં 11 ઈંચ, કપરાડા અને વઘઈમાં 7 ઈંચ, વલ્લભીપુર અને માંગરોળમાં 6 ઈંચ, પારડી અને ઉમરાળામાં 6 ઈંચ, ડાંગમાં 5 ઈંચ, મહુવામાં 4 ઈંચ, ઉમરપાડામાં 4 ઈંચ, ખેરગામ, અંકલેશ્વર, નેત્રંગમાં 4-4 ઈંચ, ધ્રોલ, બાવળા, નાંદોદ, ડેડિયાપાડા, નવસારીમાં 3 ઈંચ તથા વાપીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.