અમદાવાદ પોલીસના દમનનો ભોગ બનેલા છારાનગરની મુલાકાતે જાણીતાં એક્ટિવિસ્ટ મેઘા પાટકર આવી રહ્યાં છે. સૂત્રો અનુસાર પોલીસ અત્યાચારનો ભોગ બનેલા લોકોની તેઓ મુલાકાત લેશે. જોકે તેમની આ મુલાકાત અંગે હાલ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. છારાનગર પોલીસદમન મામલે હવે અનેક સામાજીક સંસ્થાઓ મેદાનમાં આવી રહી છે. નર્મદા બચાવ આંદોલન સાથે સંકળાયેલ મેઘા પાટકરની આ મુલાકાત વિવાદ સર્જશે.