પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસના આઠમા દિવસે શનિવારે મેઘા પાટકર હાર્દિક પટેલના ખબર-અંતર પુછવા માટે તેની ઉપવાસની છાવણીએ પહોંચ્યાં હતાં. નર્મદા યોજનાનો વિરોધ કરીને ગુજરાત વિરોધી જાહેર બનેલ મેઘા પાટકર મધ્યપ્રદેશથી છેક અમદાવાદ સુધી પહોંચ્યા છતાં આઈબી કે પોલીસને જાણ ન થઈ તે મુદ્દે ચર્ચા જાગી છે. સામાન્ય સાયકલ ચોર કે મોબાઈલ ચોરને બાતમીના આધારે ઝડપી લેતી પોલીસને મેઘા પાટકરના ઈનપુટ કેમ ના મળ્યા તે ચર્ચાઈ રહ્યું છે.