અમદાવાદ શહેરમાં રવિવાર સાંજના છ કલાકથી શરુ થયેલા ધોધમાર વરસાદ બાદ વીતેલા ચોવીસ કલાકના સમયમાં સમગ્ર શહેરમાં અત્ર-તત્ર- સર્વત્ર વરસાદે વેરેલી તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.રવિવારે મોડી રાત્રિના બે કલાકથી શરુ થયેલા અનરાધાર વરસાદે આ શહેરમાં નિકોલ અને નારણપુરા એમ બે વિસ્તાર વચ્ચેની પૂર્વ અને પશ્ચિમની ભેદરેખા ભૂસી નાંખી હતી એટલી હદે સમગ્ર શહેરમાં તારાજી સર્જાવા પામી હતી.કયાંક લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યાં તો કયાંક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોનસુન કામગીરીને લઈ કરવામાં આવેલા તમામ દાવા પોકળ પુરવાર થતા સમગ્ર શહેરના લોકો ભારે વરસાદના સકંજામાં આવી ગયા હતા.એક અંદાજ મુજબ,સમગ્ર શહેરમાં ચોવીસ કલાકમાં ખાબકેલા વરસાદને કારણે અંદાજે એક હજાર કરોડની સંપત્તિને નુકસાન થવા પામ્યુ હતું.