વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે સાત રાજ્યોમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવામાં આવશે. આ રાજ્યોમાં તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે હવે ટેક્સટાઇલ ક્ષેત્રમાં પ્રગતિ માટે રાજ્યસ્તરે એક વિશેષ માળખુ તૈયાર કરવામાં આવશે. જેને કારણે આ ક્ષેત્રે મોટા પ્રમાણમાં સ્થાનિક અને વિદેશી રોકાણ વધશે અને આમ થવાથી હજારો લોકોને રોજગારી મળશે. પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્કની મદદથી ટેક્સાઇટ સેક્ટરને પાંચ એફ (ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન)થી ગતિ મળશે.