ગુજરાતમાં પોલીસ દ્વારા આગામી 27મી ઓક્ટોબર સુધીમાં ભાડૂઆત નોંધણી અંગે ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ છે, ત્યારે જે માલિકે તેમના ભાડૂઆતની નોંધણી ન કરાવી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 13થી 18 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કુલ-2515 ભાડુઆતો-માલિકો વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી.