સાઉથ દિલ્હીના છતરપુર વિસ્તારમાં શનિવારે પોલીસ અને બદમાશોની વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સામસામે થયેલા ગોળીબારમાં પાંચ બદમાશોને ગોળી વાગી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમના 4 બદમાશના મોત થયા. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા બદમાશોમાં ગેંગસ્ટર રાજેશ ભારતી પણ સામેલ છે. પોલીસે તેના માથે 1 લાખનું ઈનામ રાખ્યું હતું.