ચંદીગઢમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે યોજાયેલી બેઠક પૂર્ણ થઈ ગઈ. આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ સામેલ થયા. આ સિવાય કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ અને પ્રહલાદ જોશી પણ ખેડૂત નેતાઓની સાથે થઈ રહેલી આ બેઠકમાં હાજર રહ્યા હતા. આશા વ્યક્ત કરાઈ રહી હતી કે આ બેઠકમાં ખેડૂત સંગઠનોની સરકાર સાથે સહમતિ બની જશે. જો કે, હજુ ખેડૂત સંગઠનોની કેન્દ્રી સાથે આગામી બેઠક 19 માર્ચ 2025ના રોજ થશે. ગત બેઠકમાં ચંદીગઢમાં યોજાઈ હતી, જ્યારબાદ ખેડૂત નેતા ડલ્લેવાલે કહ્યું હતું કે, સારી બેઠક યોજાઈ છે અને આ બેઠકની તેમને ખુબ જ રાહ હતી.