CAA અને NRC વિરુદ્ધ ધરણાં પર બેઠેલા શાહીનબાગના પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે આજે (બુધવારે) સુપ્રીમ કોર્ટના મધ્યસ્થી પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે એડવોકેટ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને લોકો સાથે વાતચીત કરવા માટે કહ્યું હતું. શાહીનબાગમાં સંજય હેગડેએ કહ્યું- અમે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અહીં પહોંચ્યા છીએ. અમે સૌ લોકો સાથે વાતચીત કરીશું અને આશા છે કે વિવાદ ઉકેલાઇ જશે.
સાધના રામચંદ્રને કહ્યું, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેમને (લોકોને) આંદોલન કરવાનો હક છે. આપણી જેમ બીજા ઘણા નાગરિકો છે જેમના અધિકારો છે. જે લોકો રસ્તા પરથી આવ-જા કરે છે. બાળકો સ્કૂલ જાય છે, લોકો ઓફિસ જાય છે. હક ત્યાં સુધી જ હોવો જોઇએ જ્યાં સુધી બીજા લોકોના હક પ્રભાવિત ન થાય. રોડ, પાર્ક, બ્રિજ સાર્વજનિક સુવિધા છે. અમે તમારી બધી વાત સાંભળીશું. મને વિશ્વાસ છે કે અમે એવું સમાધાન કરીશું જે માત્ર દેશ માટે નહીં પણ દુનિયા માટે એક ઉદાહરણ બની જશે. તેમણે કહ્યું કે તેઓ મીડિયાની ગેરહાજરીમાં લોકો સાથે વાત કરશે. આ વાતચીતની જાણખારી બાદમાં આપવામાં આવશે.