અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદનો ઉકેલ લાવવામાં મધ્યસ્થતા સમિતિ નિષ્ફળ જતા આખરે સુપ્રીમ કોર્ટે ૬ ઓગસ્ટથી દરરોજ કેસની સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે શુક્રવારે આ કેસની સુનાવણી માટેની રૂપરેખા નક્કી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં સુધી કેસનો કોઈ નિકાલ ન આવે ત્યાં સુધી દરરોજ સુનાવણી હાથ ધરાશે. દર અઠવાડીયે મંગળવાર, બુધવાર અને ગુરુવારે ઓપન કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કેસનો ચૂકાદો ૯૦ દિવસમાં આપવા કોર્ટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. મધ્યસ્થતા સમિતિએ ગુરુવારે કોર્ટને બંધ કવરમાં તેની ફાઈનલ મિટિંગનું તારણ રજૂ કર્યું હતું. જેમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે, મધ્યસ્થતા સમિતિ વિવાદનો સર્વસંમત ઉકેલ લાવવામાં નિષ્ફળ ગઈ છે. કોર્ટે શુક્રવારે મધ્યસ્થતા સમિતિનો રિપોર્ટ ધ્યાને લીધો હતો અને કેસની સુનાવણી ૬ઠ્ઠીથી દરરોજ હાથ ધરવા નિર્ણય લીધો હતો. કોર્ટે તમામ પક્ષકારોનાં વકીલોને તેમની દલીલો અને દસ્તાવેજો તૈયાર કરવા આદેશ આપ્યો હતો. કોર્ટે અગાઉ જ કહ્યું હતું કે જો મધ્યસ્થતા સમિતિ દ્વારા વિવાદનો કોઈ સર્વસંમત ઉકેલ ન આવે તો સુપ્રીમ કોર્ટ દ્વારા કેસની દરરોજ સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બંધારણીય બેન્ચ દ્વારા આ નિર્ણય લેવાયો હતો જેમાં જસ્ટિસ બોબડે, જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ નઝીર સામેલ છે.