ટ્રમ્પે પત્રકાર પરિષદમાં દેશની ઈન્ટેલિજન્સ એજન્સી અને મીડીયાને જૂઠ્ઠા ગણાવ્યા. અમેરિકાની ગુપ્ત માહિતી રશિયા સુધી પહોંચી ગઈ હોવાના મુદ્દો ઉઠાવતા તે ગુપ્તચર સંસ્થાઓ અને મીડીયા પર ભડક્યા. ધમકાવતાં તેમણે કહ્યું કે, પરિણામો ભોગવવા તૈયાર રહેજો. ટ્રમ્પે CNN અને ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા ગ્રુપના પત્રકારોને ઉતારી પાડ્યા હતા. તેમની સામેના ડોઝીયરને પણ ટ્રમ્પે જૂઠ્ઠું ગણાવ્યું.