ગુજરાત ઈલેક્શન ને ટાંકણે, હાર્દિક પટેલના સીડી કાન્ડે જેટલા વમળો સર્જ્યા છે, એથી વધુ પ્રશ્નો ઉભા કર્યા છે, આપણી નિસબત છે ત્યાં સુધી આ પ્રશ્નો નથી હાર્દિક સામે, નથી બીજેપી સામે કે નથી કોંગ્રેસ સામે. આપણે નિસબત મિડીયા સાથે છે એટલે પ્રશ્નો પણ મિડીયા સામે જ છે.
ચિલ્ડ્રન્સ ડે ના દિવસે જ મિડીયાએ હાર્દિક પટેલની એડલ્ટ બ્લ્યુ ફિલ્મ ટીવી મારફતે ઘેર ઘેર પહોચાડી દીધી. આ બેજવાબદારીભર્યા કૃત્યમાં પાછો જવાદારીભર્યો દંભ તો એટલો અને એવો કર્યા કે બ્લ્યુ ફિલ્મની સાથે એ પટ્ટી પણ ચલાવી કે, “અમે આ વિડીયોની પુષ્ટી નથી કરતા”.
અરે ભઈ, જો તમે પૂષ્ટી નથી કરતા તો ચલાવો છો શું કામ?. એક સામાન્ય એક્સિડેન્ટના સમાચાર પણ આપણે બે જગ્યાએ કનફોર્મ કર્યા વગર નથી આપતા. તો આટલા મોટા સમાચાર કન્ફોર્મ કર્યા વગર જ આપી દેવાના?. વ્યુઅરશિપ અને ટીઆરપીની લ્હાયમાં ક્રેડિબીલિટીનું નાહી નાખવાનું ?
બીજી વાત, હાર્દિક પટેલની સીડી કોણે અને શું કામ બનાવી? આ સીડી મિડીયા સુધી કોણે અને શુ કામ પહોચાડી? એ શોધખોળ કરવાનું કામ મિડીયાનું ખરુ કે પછી કોઈએ પકડાવ્યું એટલે બસ ચલાવી જ દેવાનું?.
આપણે મિડીયાવાળા છીએ કે કુરિયરવાળા?