દિલ્હી સાકેત કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરાયેલી અપરાધિક માનહાનિના કેસમાં એક્ટિવિસ્ટ મેધા પાટકરને 5 મહિનાની જેલીની સજા ફટકારવામાં આવી છે. મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ પ્રેસ રિલીઝ જારી કરવાનો અને જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ હતો. આ ઉપરાંત કોર્ટે વિનય સક્સેનાની બદનામી કરવા બદલ પાટકરને 10 લાખ રૂપિયાની આપવા જણાવ્યું હતું.