ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામાં નોન વેજ અને દારુના વેચાણ પર પ્રતિબંધ મુકાય તેવી સંભાવનાઓ છે.
અયોધ્યામાં આવેલા તપસ્વી છાવણીના સંત પરમહંસે રાષ્ટ્રપતિને લખેલા પત્ર બાદ હવે સરકાર આ બાબતે ગંભીર બની છે.રાષ્ટ્રપતિ ભવને આ મામલામાં સરકારને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
સંત પરમહંસ દાસે કહ્યુ હતુ કે, 2018માં મેં અયોધ્યા અને મથુરામાં નોન વેજ તેમજ દારુના વેચાણ પર પ્રતિબંધની માંગ મુકી હતી.જો સરકાર આ માંગણી નહી માને તો હું 2021માં આમરણ અનશન પર ઉતરીશ.અયોધ્યાને માસ મદિરાથી મુક્ત કરવામાં આવે.કારણકે પહેલા પણ અહીંયા આ વસ્તુઓનુ વેચાણ થતુ નહોતુ,મોગલોના આવ્યા બાદ નોન વેજ વેચવાનુ શરુ કરાયુ હતુ.